Wednesday 29 July 2015

ફક્ત એક મેસેજ કરી દેશે 95 કરોડ એન્ડ્રોઇડ ફોન્સને હેક!

લગભગ 95 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સની સિક્યુરિટીમાં એટલી મોટી ખામીઓ છે કે ફક્ત એક ટેક્સ્ટ મેસેજથી તેમને હેક કરી શકાય છે. જેને બોલવાની જરૂર પણ નહિ પડે. બંધ મેસેજમાં જ આ લગભગ 95 ટકા એન્ડ્રોઇડ ડિવાસઇસિઝનું કામ તમામ કરી શકે છે.

'ધ ઇનસાઇડર' માં છપાયેલા અહેવાલ પ્રમાણે એક મોબાઇલ સિક્યુરિટી એજન્સીએ તાજેતરમાં જ આ ખામીનો ખુલાસો કર્યો છે. જીમ્મેરિયમના સંશોધકોએ 'સ્ટેજફ્રાઇઠ' નામના એક એટેકને ડબ કર્યો છે અને દાવો કર્યો છે કે આ 95 ટકા એન્ડ્રોઇડ ડિવાઇસિઝને એક્સેસ કરી શકે છે. દુનિયાના 95 ટકા એન્ડ્રોઇડ ડિવાઇસ એટલે 95 કરોડ એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન્સ છે. જો કે, ગૂગલનું કહેવું છે કે હજુ સુધી આનાથી કોઇ પ્રભાવિત થયું નથી.

પ્લેટફોર્મ રિસર્ચ એન્ડ લોઇટેશનના વાઇસ પ્રેસિડન્ટ જોશુઆ ડ્રેકે કહ્યું કે એટેક લોન્ચ કરવા માટે ટાર્ગેટનો ફક્ત મોબાઇલ નંબર જ પૂરતો છે જેનાથી સરકારી અધિકારીથી માંડીને કંપની એક્ઝિક્યુટિવ સુધી બધાને નિશાન બનાવી શકાય છે. સ્ટેજફ્રાઇટ એક સામાન્ય એમએમએસમાં એક મોડીફાઇડ ફાઇલ ડિલિવર કરે છે જે એન્ડ્રોઇડ સિક્યોરિટી પર રિમોટ કોડ લગાવી દે છે અને ફાઇલ્સ, સ્ટોરેજ, કેમેરા અને માઇક્રોફોન્સનું એક્સેસ બગને આપી દે છે. જિમ્પેરિયમે નેક્સસથી અર તેના સ્ક્રીન શોટ લીધા જેમાં લેટેસ્ટ ફિશિંગ એટેક્થી અલગ, અહીં યૂઝરને ફાઇલ ખોલવાની પણ જરૂર નથી. આ મેસેજ ફોનમાં પહોંચીને જ એક્ટિવેટ થઈને પોતાનું કામ શરૂ કરી દે છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home