Wednesday 29 July 2015

બેટરી નહિ, આ પાવરથી ચાલશે હવે તમારો Smartphone

Smartphone ને ચલાવવા માટે હવે બેટરી પાવરની જગ્યાએ સોલર એનર્જી કામ આવશે. જી હા, ભવિષ્યના ફોનને સોલર એનર્જી ચાર્જ કરશે. વિશ્વ વિખ્યાત સ્માર્ટફોન અને ગેજેટ બનાવનારી કંપની એપલ આ ટેકનીકનો વિકાસ કરી રહી છે. આ ટેકનીક વર્તમાનમાં ગેજેટમાં પ્રયોગ થનારી બેટરીને પૂરી કરી દેશે. આનાથી આઈફોન અને એપલ જેવા પ્રોડક્ટ્સમાં બેટરી સંબંધી સમસ્યાઓ હલ થઇ શકે છે.
એપલે હાલમાં જ વાયરલેસ ડિવાઈસ વિથ ટચ સેન્સર એન્ડ સોલર સેલ્સનાં પેટન્ટ માટે આવેદન કર્યું છે. આમાં સોલર સેલ્સ મારફતે માઉસ અને ટ્રેકપેડ જેવા ટચ ઇનપુટ ડિવાઈસને ચલાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ સેલ્સ સુરજની કિરણોથી ચાર્જ થશે.
સંભવ છે કે, આવનારા સમયમાં કંપનીના આઈફોન, એપલ સ્માર્ટવોચ, કોમ્પ્યુટર જેવા અન્ય પ્રોડક્ટ્સ સોલર એનર્જીથી સંચાલિત હશે. વર્તમાનમાં એપલનાં કેટલાક પ્રોડક્ટસની ડીઝાઈન મલ્ટી ટચ ક્ષમતા અને પારદર્શી પરત આવરણવાળા છે જે સોલર સેલ્સ ટેકનીક માટે પણ છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home